Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત-કોહલી માટે મારી પાસે કેટલીક બાબતો છે, યોગ્ય સમયે તેમની સાથે વાત કરીશ : સિતાંશુ કોટક

રોહિત-કોહલી માટે મારી પાસે કેટલીક બાબતો છે, યોગ્ય સમયે તેમની સાથે વાત કરીશ : સિતાંશુ કોટક

Published : 29 January, 2025 07:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ટીમનો નવો બૅટિંગ કોચ સિતાંશુ કોટક ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ભારતના સ્ટાર બૅટર્સને મદદ કરવા માટે ઉત્સુક છે

સિતાંશુ કોટક

સિતાંશુ કોટક


ભારતીય ટીમનો નવો બૅટિંગ કોચ સિતાંશુ કોટક ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ભારતના સ્ટાર બૅટર્સને મદદ કરવા માટે ઉત્સુક છે. રાજકોટમાં પત્રકારો સાથે વાત કરતાં સૌરાષ્ટ્રનો આ ભૂતપૂર્વ ક્રિકેટર કહે છે, ‘મારું કામ એ સમજવાનો છે કે ખેલાડીઓ તેમની રમતનું આયોજન કેવી રીતે કરી રહ્યા છે, તેમના વિચારો શું છે અને આપણે તેમની રમતમાં કેવી રીતે સુધારો કરી શકીએ છીએ. જો હું કોઈ પણ ખેલાડીની રમતમાં બે કે પાંચ ટકા પણ ઉમેરી શકું તો એ ખૂબ મોટી વાત હશે. મને પણ તેમની પાસેથી શીખવા માટે ઘણી બધી બાબતો છે. રમત આ રીતે ચાલે છે, તમારે બીજાના વિચારો સાંભળવા અને શીખવા માટે તૈયાર રહેવું પડશે.’


ભારતના અનુભવી ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે વાત કરતાં સિતાંશુ કહે છે, ‘જો તેઓ (રોહિત અને કોહલી) મને કંઈક પૂછવા માગતા હોય તો કેટલીક બાબતો છે મારા મનમાં. હું તેમની સાથે યોગ્ય સમયે વાત કરીશ. તેમને એવું લાગવું જોઈએ કે તેઓ એના માટે તૈયાર છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2025 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK