આજે લીગમાં સવારે ૯ વાગ્યે રોઝવૉલ્ટ સનરાઇઝર્સ v/s એમ્પાયર વૉરિયર્સ તથા બપોરે ૧ વાગ્યે ટીમ આવિષ્કાર v/s રંગોલી વાઇકિંગ્સ વચ્ચે ટક્કર જામશે.
પ્રતીકાત્મક તસવીર
સાંતાક્રુઝ-ઈસ્ટના ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડમાં શ્રી વાગડ કલા કેન્દ્ર આયોજિત ટી. કે. રુબી વાગડ પ્રીમિયર લીગ (વીપીએલ) સીઝન-ટૂમાં ગઈ કાલે લીગ રાઉન્ડમાં ટૉપ-ટેન લાયન્સ અને સ્કૉર્ચર્સ ટીમનો અનુક્રમે ૬ વિકેટ અને પાંચ રનથી વિજય થયો હતો.
મૅચ ૩ : પૂર્ણલબ્ધિ બુલ્સ (૧૮.૧ ઓવરમાં ૧૦૭ રનમાં ઑલઆઉટ - હિમાંશુ ગડા ૪૧, દીપક શાહ ૨૧ રન, પારસ વીસરિયા ૧૯ રનમાં બે વિકેટ) સામે ટૉપ-ટેન લાયન્સ (આદિત્ય શાહ ૪૮, વિરલ કારિયા ૨૯ રન, દીક્ષિત ગાલા ૧૫ રનમાં ૩ વિકેટ)નો ૬ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ : આદિત્ય શાહ (૫૬ બૉલમાં ૪૮ રન).મૅચ ૪ : સ્કૉર્ચર્સ (પલક સાવલા ૩૧, રોનક ગાલા ૩૦ રન, કશ્યપ સાવલા ૨૦ રનમાં ચાર વિકેટ)નો ટીમ ઇન્ટિગ્રેટેડ (સાગર ગાલા ૩૪, ભાવિન નિસર ૧૭ રન, મિહિર બૌઆ ૧૨ રનમાં બે વિકેટ) સામે પાંચ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચ : મિહિર બૌઆ (૧૭ રન અને બે વિકેટ).આજે લીગમાં સવારે ૯ વાગ્યે રોઝવૉલ્ટ સનરાઇઝર્સ v/s એમ્પાયર વૉરિયર્સ તથા બપોરે ૧ વાગ્યે ટીમ આવિષ્કાર v/s રંગોલી વાઇકિંગ્સ વચ્ચે ટક્કર જામશે.

