રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાને ટીમનું સુકાન સોંપાયું હતું

સંજુ સૅમ્સન અને અક્ષર પટેલ
ભારતે ફ્લૉરિડામાં શનિવારે વેસ્ટ ઇન્ડીઝને ચોથી ટી૨૦માં ૫૯ રનથી હરાવીને સિરીઝની ટ્રોફી પર ૩-૧ની વિજયી સરસાઈ સાથે કબજો કરી લીધા બાદ ગઈ કાલે આખરી ટી૨૦માં રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાને ટીમનું સુકાન સોંપાયું હતું. શનિવારે ભારતે પંતના ૪૪, સૅમ્સનના ૩૦ અને રોહિતના ૩૩ રન તેમ જ અક્ષર પટેલના અણનમ ૨૦ રનની મદદથી પાંચ વિકેટે ૧૯૧ રન બનાવ્યા બાદ વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૧૩૨ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. અર્શદીપે ત્રણ તેમ જ મૅન ઑફ ધ મૅચ અવેશ, અક્ષર, બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી હતી.

