Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિમેન્સ વર્લ્ડ કપમાં ભારતની સેમી ફાઇનલમાં એન્ટ્રી

વિમેન્સ વર્લ્ડ કપમાં ભારતની સેમી ફાઇનલમાં એન્ટ્રી

Published : 24 October, 2025 10:34 AM | IST | Navi Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી નિર્ણાયક લીગ મૅચમાં સેન્ચુરિયનો સ્મૃતિ માન્ધના અને પ્રતીકા રાવલના દમ પર ન્યુ ઝીલૅન્ડને ૫૩ રનથી હરાવ્યું

વિજેતા ભારતીય ટીમ

વિજેતા ભારતીય ટીમ


વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025માં સેમી ફાઇનલની ચારેય ટીમ નક્કી થઈ ગઈ છે. ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમોએ આ પહેલાં જ સેમી ફાઇનલમાં તેમનું સ્થાન પાક્કું કરી‌ લીધું છે. ગઈ કાલે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાયેલા નિર્ણાયક અને ઑલમોસ્ટ ક્વૉર્ટર ફાઇનલ જેવા મુકાબલમાં ન્યુ ઝીલૅન્ડને વરસાદના વિઘ્ન વચ્ચે DLS મેથડ પ્રમાણે ૫૩ રનથી માત આપીને ભારતીય ટીમે વટથી ચોથું સ્થાન મેળવી લીધું છે. લીગ રાઉન્ડના હજી ૪ મુકાબલા બાકી છે ત્યારે સેમી ફાઇનલ લાઇનઅપ ઑલમોસ્ટ નક્કી થઈ ગઈ છે. પહેલી સેમી ફાઇનલમાં લગભગ ભારતની ટક્કર ઑસ્ટ્રેલિયા અથવા સાઉથ આફ્રિકા સાથે થશે જ્યારે બીજીમાં ઇંગ્લૅન્ડની ટક્કર ઑસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકા સાથે થશે. આવતી કાલે ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટક્કર બાદ સેમી ફાઇનલ લાઇનઅપ નક્કી થઈ જશે.

ન્યુ ઝીલૅન્ડની ટીમે ટૉસ જીતીને ભારતીય ટીમને પ્રથમ બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. બન્ને ઓપનરો વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ ૯૫ બૉલમાં ૪ સિક્સર અને ૧૦ ફોર સાથે ૧૦૯ અને પ્રતીકા રાવલે ૧૩૪ બૉલમાં બે સિક્સર અને ૧૩ ફોર સાથે ૧૨૨ રનની અફલાતૂન ઇનિંગ્સ સાથે ૩૩.૨ ઓવરમાં ૨૧૨ રનની ઓપનિંગ પાર્ટનરશિપ વડે મોટા સ્કોરનો અને ટીમની જીતનો પાયો નાખ્યો હતો. ત્યાર બાદ આઉટ ઑફ ફૉર્મ જેમિમા રૉડ્રિગ્સે પંચાવન બૉલમાં ૧૧ ફોર સાથે ૭૬ રનની અણનમ ઇનિંગ્સ રમીને સ્કોરને વર્લ્ડ કપના ઇતિહાસના ભારતીય ટીમના હાઇએસ્ટ ૪૯ ઓવરમાં ૩ વિકેટે ૩૪૦ રન પર પહોંચાડી દીધો હતો. વર્લ્ડ કપમાં આ પહેલાં ભારતીય ટીમનો હાઇએસ્ટ સ્કોર ૩૩૦ રનનો હતો જે તેમણે આ જ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામે બનાવ્યો હતો.



ભારતીય ઇનિંગ્સ દરમ્યાન વરસાદના વિઘ્ન બાદ મૅચને ૪૯ ઓવરની કરવામાં આવી હતી અને ઇનિંગ્સ-બ્રેક દરમ્યાન ફરી વરસાદને લીધે ન્યુ ઝીલૅન્ડને ૪૨ ઓવરમાં ૩૨૫ રનનો ટાર્ગેટ મળ્યો હતો. બ્રુક હૅલિડેની ૮૧ રન અને ઇસાબેલ ગૅઝની અણનમ ૬૫ રનની લડાયક ઇનિંગ્સ છતાં કિવી ટીમ ૪૨ ઓવરમાં ૮ વિકેટે ૨૭૧ રન જ બનાવી શકી હતી.


રવિવારે હવે ન્યુ ઝીલૅન્ડ વિશાખાપટનમમાં એની છેલ્લી લીગ મૅચ ઇંગ્લૅન્ડ સામે રમશે, જ્યારે ભારત ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં જ બંગલાદેશ સામે રમશે. 

14


સ્મૃતિ માન્ધનાની વન-ડે કરીઅરની આ આટલામી સેન્ચુરી હતી જે મેગ લૅનિંગની ૧૫ સેન્ચુરી બાદ સેકન્ડ હાઇએસ્ટ છે. ત્રણેય ફૉર્મેટ મળીને તેની આ ૧૭મી સેન્ચુરી હતી અને આ સાથે તેણે લૅનિંગના રેકૉર્ડની બરોબરી કરી લીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2025 10:34 AM IST | Navi Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK