ભારતીય ટીમ ૨૦ જુલાઈએ પહેલી મૅચ પાકિસ્તાન સામે રમશે
પ્રતીકાત્મક તસવીર
ઇંગ્લૅન્ડમાં ક્રિકેટની વધુ એક રોમાંચક આજથી શરૂ થઈ રહી છે. ૬ દેશના ભૂતપૂર્વ ક્રિકેટર્સ વચ્ચે ૧૮ જુલાઈથી બીજી ઑગસ્ટ વચ્ચે વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સની બીજી સીઝન રમાશે. ૧૮ T20 મૅચવાળી આ ટુર્નામેન્ટની શરૂઆત અને અંત બર્મિંગહૅમમાં જ થશે. એના સિવાય ઇંગ્લૅન્ડના લીડ્સ, લેસ્ટર અને નૉર્ધમ્પ્ટનમાં પણ ક્રિકેટની રસાકસી જોવા મળશે.
ઑસ્ટ્રેલિયા માટે બ્રેટ લી, ઇન્ડિયા માટે યુવરાજ સિંહ, પાકિસ્તાન માટે મોહમ્મદ હાફીઝ, ઇંગ્લૅન્ડ માટે ઇયોન મૉર્ગન, સાઉથ આફ્રિકા માટે એ.બી. ડિવિલિયર્સ અને વેસ્ટ ઇન્ડીઝ માટે ક્રિસ ગેઇલ કૅપ્ટન્સી કરશે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીય ટીમ ૨૦ જુલાઈએ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આજે પહેલી મૅચ ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ૩૧ જુલાઈએ બે સેમી-ફાઇનલ અને બીજી ઑગસ્ટે ફાઇનલ મૅચ રમાશે. ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર આ મૅચનો આનંદ માણી શકાશે.
ADVERTISEMENT
ભારતીય ટીમનું શેડ્યુલ
૨૦ જુલાઈ : પાકિસ્તાન (રાતે ૯ વાગ્યે)
૨૨ જુલાઈ : સાઉથ આફ્રિકા (રાતે ૯ વાગ્યે)
૨૬ જુલાઈ : ઑસ્ટ્રેલિયા (સાંજે પાંચ વાગ્યે)
૨૭ જુલાઈ : ઇંગ્લૅન્ડ (રાતે ૯ વાગ્યે)
૨૯ જુલાઈ : વેસ્ટ ઇન્ડીઝ (રાતે ૯ વાગ્યે)
ઇન્ડિયા ચૅમ્પિયન્સ સ્ક્વૉડ
યુવરાજ સિંહ, શિખર ધવન, હરભજન સિંહ, સુરેશ રૈના, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ, રૉબિન ઉથપ્પા, અંબાતી રાયુડુ, પીયૂષ ચાવલા, સ્ટુઅર્ટ બિન્ની, વરુણ ઍરોન, વિનય કુમાર, અભિમન્યુ મિથુન, સિદ્ધાર્થ કૌલ, ગુરકીરત માન.

