ઇંગ્લૅન્ડસ્થિત લંડનના લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૧૧થી ૧૫ જૂન સુધી ICC વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ત્રીજી સીઝનની ફાઇનલ મૅચ રમાશે. ગઈ કાલે બન્ને ફાઇનલિસ્ટ ટીમ ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાએ ૧૫-૧૫ સભ્યોની સ્ક્વૉડની જાહેરાત કરી છે.
WTCની ફાઇનલ માટે ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાએ ૧૫-૧૫ સભ્યોની ટીમ જાહેર કરી
ઇંગ્લૅન્ડસ્થિત લંડનના લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૧૧થી ૧૫ જૂન સુધી ICC વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ત્રીજી સીઝનની ફાઇનલ મૅચ રમાશે. ગઈ કાલે બન્ને ફાઇનલિસ્ટ ટીમ ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાએ ૧૫-૧૫ સભ્યોની સ્ક્વૉડની જાહેરાત કરી છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સતત બીજી વાર ફાઇનલમાં પહોંચી છે, જ્યારે આફ્રિકન ટીમે પહેલવહેલી વાર આ ફાઇનલમાં એન્ટ્રી કરી છે.
સાઉથ આફ્રિકાની સ્ક્વૉડ : ટેમ્બા બવુમા (કૅપ્ટન), ડૅવિડ બેડિંગહૅમ, કૉર્બિન બૉશ, ટોની ડી જોર્ઝી, માર્કો યાન્સેન, કેશવ મહારાજ, ઍઇડન માર્કરમ, વિયાન મલ્ડર, સેનુરન મુથુસામી, લુન્ગી એન્ગિડી, ડેન પૅટરસન, કૅગિસો રબાડા, રાયન રિકલ્ટન, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાઇલ વેરિન.
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયાની સ્ક્વૉડ : પૅટ કમિન્સ (કૅપ્ટન), સ્કૉટ બોલૅન્ડ, ઍલેક્સ કૅરી, કૅમરન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રૅવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, સૅમ કોન્સ્ટૅસ, મૅટ કુહનેમૅન, માર્નસ લબુશેન, નૅથન લાયન, સ્ટીવ સ્મિથ, મિચલ સ્ટાર્ક, બો વેબસ્ટર. ટ્રાવેલ રિઝર્વ: બ્રેન્ડન ડૉગેટ.

