યુઝવેન્દ્ર ચહલે ઇન્સ્ટાગ્રામ પર વિવિધ પોઝમાં પોતાના ફોટો શૅર કરીને કૅપ્શનમાં મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ઇન્સ્ટાગ્રામ પર વિવિધ પોઝમાં પોતાના ફોટો શૅર કરીને કૅપ્શનમાં મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેણે લખ્યું કે ‘લગ્ન કરવા માટે તૈયાર છું, ફક્ત એક છોકરીની જરૂર છે.’ આ કૅપ્શન સાથે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે તેણે પોતાનાં બીજાં લગ્ન માટે દુલ્હનની શોધખોળ શરૂ કરી દીધી છે. ચહલે ડિસેમ્બર ૨૦૨૦માં કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ લગભગ પાંચ વર્ષ પછી આ કપલે ડિવૉર્સ લીધા હતા.


