ફિફા વર્લ્ડ કપ 2026ની ઓપનિંગ મૅચમાંથી સસ્પેન્ડ થઈ શકે છે, ડબ્લિનમાં આયોજિત આ મૅચમાં સ્ટાર ફુટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યજમાન ટીમના એક પ્લેયરને કોણી મારતાં તેને રેડ કાર્ડ બતાવી મેદાનની બહાર મોકલી દેવાયો હતો.
ઇન્ટરનૅશનલ ફુટબૉલમાં પહેલી વખત રોનાલ્ડોને મળ્યું રેડ કાર્ડ
ફિફા વર્લ્ડ કપ 2026ની ક્વૉલિફાયર મૅચમાં ગઈ કાલે પોર્ટુગલે આયરલૅન્ડ સામે ૦-૨થી સામનો કરવો પડ્યો હતો. ડબ્લિનમાં આયોજિત આ મૅચમાં સ્ટાર ફુટબૉલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યજમાન ટીમના એક પ્લેયરને કોણી મારતાં તેને રેડ કાર્ડ બતાવી મેદાનની બહાર મોકલી દેવાયો હતો. દેશ માટે રમેલી ૨૨૬ ઇન્ટરનૅશનલ મૅચમાં રોનાલ્ડોને પહેલી વખત રેડ કાર્ડ મળ્યું હતું. પ્રોફેશનલ કરીઅરમાં તેને આ પહેલાં ૧૨ રેડ કાર્ડ મળ્યાં છે.
ફુટબૉલની સંચાલક સંસ્થા FIFAના શિસ્તના નિયમો હેઠળ તેના પર એકથી વધુ મૅચનો પ્રતિબંધ લાગી શકે છે. રવિવારે આર્મેનિયા સામેની મૅચ જીતીને પોર્ટુગલ આગામી વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થશે. અહેવાલ અનુસાર રોનાલ્ડો પર પ્રતિબંધ લાગશે તો તેને રવિવારની ક્વૉલિફાયર મૅચ સહિત વર્લ્ડ કપની ઓપનિંગ મૅચમાંથી બહાર રહેવું પડશે.


