૩૨ ટીમો વચ્ચેની આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ બાદ પૅરિસ સેન્ટ-જર્મનના મૅનેજરે હરીફ ટીમના પ્લેયરને ફટકાર્યો પણ હતો.
ચૅમ્પિયન ટીમને FIFA ક્લબ વર્લ્ડ કપની ટ્રોફી સોંપ્યા બાદ પોડિયમથી ન હટ્યા જિદ્દી અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ
અમેરિકાના ન્યુ જર્સીમાં ગઈ કાલે FIFA ક્લબ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં ઇંગ્લૅન્ડની ફુટબૉલ ક્લબ ચેલ્સીએ ૩-૦થી પૅરિસ સેન્ટ-જર્મન સામે જીત નોંધાવી હતી. આ ફાઇનલ મૅચ જોવા મેટલાઇફ સ્ટેડિયમમાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા. જોકે વિજેતા ટીમને અનોખી ટ્રોફી સોંપ્યા બાદ તેઓ પોડિયમ પરથી હટ્યા નહોતા.
ચૅમ્પિયન ટીમના સેલિબ્રેશનની વચ્ચે તાળીઓ પાડતા ટ્રમ્પને FIFAના પ્રમુખ જિયાન્ની ઇન્ફન્ટિનોએ સ્ટેજની પાછળ લઈ જઈને ત્યાંથી હટાવ્યા હતા. સ્ટેડિયમમાં અને સોશ્યલ મીડિયા પર ટ્રમ્પને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. ૩૨ ટીમો વચ્ચેની આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ બાદ પૅરિસ સેન્ટ-જર્મનના મૅનેજરે હરીફ ટીમના પ્લેયરને ફટકાર્યો પણ હતો.

