૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં ડાયરેક્ટ એન્ટ્રી મેળવી લીધી
ગોલ્ડ મેડલ સાથે જીતની ઉજવણી કરતી ભારતીય મહિલા હૉકી ટીમ.
એશિયન ગેમ્સ 2026માં ભારતીય હૉકી ટીમે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચીનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ યાદગાર જીત સાથે ભારતીય મહિલા હૉકી ટીમે ૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ માટે ડાયરેક્ટ એન્ટ્રી મેળવી લીધી છે. ભારતીય મહિલા હૉકી ટીમે છેલ્લે ૪૪ વર્ષ પહેલાં ડેબ્યુ સીઝનમાં ૧૯૮૨માં દિલ્હીમાં અજેય રહીને ૧૦ પૉઇન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં મહિલા હૉકીની પહેલી ચાર સીઝનમાં સેમી-ફાઇનલ કે ફાઇનલનું ફૉર્મેટ નહોતું. પૉઇન્ટ-સિસ્ટમને આધારે મેડલ નક્કી થતા હતા.
11 લાખ રૂપિયા હૉકી ઇન્ડિયા દરેક ચૅમ્પિયન મહિલા પ્લેયરને આપશે. ૫.૫ લાખ રૂપિયા દરેક સપોર્ટ-સ્ટાફને મળશે.
ADVERTISEMENT
આજે ભારતીય મેન્સ હૉકી ટીમ મલેશિયા સામે ગોલ્ડ મેડલ મૅચ રમશે.
