બારમી સીઝનની શરૂઆત પહેલાં ધુરંધર પ્લેયર્સ સાથે કબડ્ડી અને ક્રિકેટ રમ્યો
કબડ્ડીના ધુરંધર પ્લેયર્સ સાથે કબડ્ડી અને ક્રિકેટની રમત રમ્યો હતો વૈભવ સૂર્યવંશી
ગઈ કાલે પ્રો કબડ્ડી લીગની બારમી સીઝનની ઓપનિંગ સેરેમની વિશાખાપટનમના રાજીવ ગાંધી ઇન્દોર સ્ટેડિયમમાં યોજાઈ હતી જેમાં IPL ટીમ રાજસ્થાન રૉયલ્સનો ૧૪ વર્ષનો વન્ડરબૉય વૈભવ સૂર્યવંશી સ્પેશ્યલ ગેસ્ટ બન્યો હતો. બારમી સીઝનની શરૂઆત પહેલાં તે કબડ્ડીના ધુરંધર પ્લેયર્સ સાથે કબડ્ડી અને ક્રિકેટની રમત રમ્યો હતો.
ADVERTISEMENT
નવી સીઝનની શરૂઆત પહેલાં મુંબઈના લાલબાગચા રાજાના મંડપમાં પહોંચી હતી પ્રો કબડ્ડી લીગની ટ્રોફી
ભૂતપૂર્વ બૅડ્મિન્ટન પ્લેયર પુલેલા ગોપીચંદ, ભૂતપૂર્વ હૉકી પ્લેયર ધનરાજ પિલ્લે અને કબડ્ડીના સ્ટાર પ્લેયર પરદીપ નરવાલે પણ ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપી હતી. આ ટુર્નામેન્ટમાં પટના પાઇરેટ્સ ત્રણ વખત, જયપુર પિન્ક પૅન્થર્સ બે વખત અને પુણેરી પલ્ટન, દબંગ દિલ્હી, બેન્ગૉલ વૉરિયર્સ, બેન્ગલુરુ બુલ્સ, યુ મુમ્બા અને હરિયાણા સ્ટીલર્સ એક-એક વખત ચૅમ્પિયન બન્યાં છે.

