ભારતની બૅડ્મિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાએ એક અનોખી પહેલ કરી છે જેના માટે તેને ઘણી પ્રશંસા મળી રહી છે.
જ્વાલા ગુટ્ટા
ભારતની બૅડ્મિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાએ એક અનોખી પહેલ કરી છે જેના માટે તેને ઘણી પ્રશંસા મળી રહી છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં મીરા નામની દીકરીને જન્મ આપીને બીજી વખત મમ્મી બનેલી જ્વાલાએ એક મિલ્ક-બૅન્કને ૧૪.૫ લીટર બ્રેસ્ટ-મિલ્ક દાન કર્યું છે. અહેવાલ અનુસાર તે દરરોજ સરકારી હૉસ્પિટલમાં ૬૦૦ મિલીલીટર બ્રેસ્ટ-મિલ્કનું દાન કરવા જતી હતી. આ પહેલનો હેતુ એવાં બાળકો જેમની માતા નથી તેમ જ હૉસ્પિટલોમાં અકાળે જન્મેલાં અથવા ગંભીર રીતે બીમાર બાળકોને મદદ કરવાનો છે. તે છેલ્લા ચાર મહિનાથી નિયમિતપણે દૂધનું દાન કરી રહી છે.

