મહાન ફુટબૉલર્સમાંથી એક લિયોનેલ મેસી અને તેની આર્જેન્ટિના નૅશનલ ટીમે અન્ય ઇવેન્ટ સાથેના શેડ્યુલ-ટકરાવને કારણે આગામી ઑક્ટોબરમાં તેમની પ્રસ્તાવિત કેરલા-ટૂરને ઑફિશ્યલ રીતે રદ કરી છે
લિયોનેલ મેસી
ભારતના ફુટબૉલ-ફૅન્સ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. મહાન ફુટબૉલર્સમાંથી એક લિયોનેલ મેસી અને તેની આર્જેન્ટિના નૅશનલ ટીમે અન્ય ઇવેન્ટ સાથેના શેડ્યુલ-ટકરાવને કારણે આગામી ઑક્ટોબરમાં તેમની પ્રસ્તાવિત કેરલા-ટૂરને ઑફિશ્યલ રીતે રદ કરી છે. કેરલાના સ્પોર્ટ્સ મિનિસ્ટર વી. અબ્દુરહિમાને પણ પુષ્ટિ કરી હતી કે આર્જેન્ટિનાની ફ્રેન્ડ્લી મૅચ માટેના સ્પૉન્સર્સે પણ ઑક્ટોબરમાં જ ઇવેન્ટ યોજવાનો આગ્રહ કર્યો હોવાથી આ ટૂર શક્ય બની નહીં.
જોકે આ વર્ષે લિયોનેલ મેસીની ઇન્ડિયા-ટૂરની સંભાવના જળવાઈ રહી છે. અહેવાલ અનુસાર પ્રમોશનલ ટૂરના ભાગરૂપે તે ડિસેમ્બરમાં કલકત્તા, અમદાવાદ, મુંબઈ અને દિલ્હીની મુલાકત લઈને ત્યાં અલગ-અલગ ઇવેન્ટમાં ભારતીય સેલિબ્રિટીઝ અને ફુટબૉલ-ફૅન્સને મળશે. વર્ષ ૨૦૨૨નો ફિફા વર્લ્ડ કપ જીતનાર આર્જેન્ટિના ટીમના કૅપ્ટન લિયોનેલ મેસીની ભારતમાં ભારે ફૅન-ફૉલોઇંગ છે.

