ફાઇનલમાં હરિયાણાના ૨૩ વર્ષના નિતેશને જપાનના હરીફ સામે ૦-૪થી હારનો સામનો કરવો પડ્યો હતો.
નિતેશ સિવાચ
ભારતીય કુસ્તીબાજ નિતેશ સિવાચે એશિયન ગેમ્સ 2026માં પુરુષોની ગ્રીકો-રોમન ૯૭ કિલો કૅટેગરીની સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઇનલમાં હરિયાણાના ૨૩ વર્ષના નિતેશને જપાનના હરીફ સામે ૦-૪થી હારનો સામનો કરવો પડ્યો હતો.
નિતેશ ૧૯૬૨ પછી એશિયન ગેમ્સની ગ્રીકો-રોમન સ્પર્ધાની ફાઇનલમાં પહોંચનાર ભારતનો પ્રથમ કુસ્તીબાજ બન્યો અને આ રીતે ૬૪ વર્ષે ભારતને આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ અપાવ્યો હતો. ૧૯૬૨માં માલવા સિંહ (૫૨ કિલો) અને ગણપત અંદાલકર (૯૭+કિલો) ગોલ્ડ મેડલ તથા ઉદય ચંદ (૭૦ કિલો), સજ્જન સિંહ (૮૭ કિલો), મારુતિ માને (૯૭ કિલો) સિલ્વર મેડલ જીત્યા હતા.
