વિમેન્સ સિંગલ્સની વિજેતા પોલૅન્ડની ઇગા સ્વિયાટેક અને મેન્સ સિંગલ્સનો વિજેતા ઇટલીનો જૅનિક સિનરનો ચૅમ્પિયન્સ-ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો
મેન્સ સિંગલ્સનો વિજેતા ઇટલીનો જૅનિક સિનર.
ટેનિસની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ વિમ્બલ્ડન ૨૦૨૫ની પૂર્ણાહુતિના ભાગરૂપે લંડનમાં ચૅમ્પિયન્સ-ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિમેન્સ સિંગલ્સની વિજેતા પોલૅન્ડની ઇગા સ્વિયાટેક અને મેન્સ સિંગલ્સનો વિજેતા ઇટલીનો જૅનિક સિનરનો ચૅમ્પિયન્સ-ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પોતાના દેશ માટે પહેલી વાર વિમ્બલ્ડન સિંગલ્સ ટાઇટલ જીતનાર બન્ને પ્લેયર્સે ડાન્સની આ પરંપરાને આગળ ધપાવી હતી.
ADVERTISEMENT
વિમેન્સ સિંગલ્સની વિજેતા પોલૅન્ડની ઇગા સ્વિયાટેક અને મેન્સ સિંગલ્સનો વિજેતા ઇટલીના જૅનિક સિનરે સાથે મળીને ડાન્સ કર્યો હતો.
રવિવારે મોડી રાતે નંબર વન ટેનિસ પ્લેયર જૅનિક સિનરે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં નંબર-ટૂ પ્લેયર કાર્લોસ અલ્કારાઝ સામે ૪-૬ , ૬-૪ , ૬-૪ , ૬-૪ના સ્કોર સાથે જીત નોંધાવી હતી. અલ્કારાઝના સતત પાંચમું અને સળંગ ત્રીજું વિમ્બલ્ડન ટાઇટલ જીતવાના સ્વપ્ન પર બ્રેક લગાવીને સિનરે ચોથું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યું હતું. સ્પેનના અલ્કારાઝને વર્ષ ૨૦૨૩ બાદ પહેલી વાર માત આપનાર ૨૩ વર્ષનો સિનર હજી સુધી ફ્રેન્ચ ઓપનનું જ ટાઇટલ જીતી શક્યો નથી.

