ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’થી લોકપ્રિયતા મેળવનાર ઍક્ટ્રેસ અદા શર્મા હવે આગામી ફિલ્મ ‘હાટક’માં ઍક્શન કરતી જોવા મળશે.
અદા શર્મા
ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’થી લોકપ્રિયતા મેળવનાર ઍક્ટ્રેસ અદા શર્મા હવે આગામી ફિલ્મ ‘હાટક’માં ઍક્શન કરતી જોવા મળશે. અદાની આ ફિલ્મ ક્રાઇમ થ્રિલર છે અને હાલમાં જ એનું પહેલું મોશન પોસ્ટર લૉન્ચ કરવામાં આવ્યું હતું. ‘હાટક’માં અદા એકદમ નવા અને દમદાર અંદાજમાં જોવા મળશે. ફિલ્મના પોસ્ટરમાં અદા શર્મા તેના પાત્ર શિવરંજની આચાર્ય તરીકે દેખાય છે. ટ્રેન્ચ કોટ, સૂટ અને કૅપ પહેરીને હાથમાં બંદૂક પકડેલો તેનો આ લુક લોકોને ખૂબ ગમ્યો છે. ફિલ્મમેકર અજય કે. શર્માની આ ફિલ્મ ઍક્શન અને સસ્પેન્સથી ભરપૂર હશે.
ફિલ્મનું શૂટિંગ રાજસ્થાન અને ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં સ્ટાર્ટ-ટુ-ફિનિશ શેડ્યુલમાં થશે. નિર્માતાઓ ૨૦૨૬માં ફિલ્મ રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે, પરંતુ હજી સુધી રિલીઝ-ડેટ જાહેર નથી થઈ.

