ઐશ્વર્યા તેની મમ્મી વૃન્દા રાય અને દીકરી આરાધ્યા બચ્ચન સાથે દર્શન કરવા પહોંચી હતી
ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા
ઐશ્વર્યા રાય બચ્ચને કિંગ્સ સર્કલ વિસ્તારમાં આવેલા ગૌડ સારસ્વત બ્રાહ્મણ (GSB) ગણપતિ પંડાલની મુલાકાત લઈને દર્શન કરવાની પરંપરા દર વર્ષની જેમ આ વર્ષે પણ જાળવી રાખવી હતી. ઐશ્વર્યા તેની મમ્મી વૃન્દા રાય અને દીકરી આરાધ્યા બચ્ચન સાથે દર્શન કરવા પહોંચી હતી. હવે ઐશ્વર્યાના દીકરી સાથેના પંડાલના અનેક ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. અહીં ઐશ્વર્યાએ બહુ શાંતિથી શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યાં હતાં. દર્શન કર્યા પછી પણ ઐશ્વર્યા અને આરાધ્યાએ તેમના ફૅન્સ સાથે ખુશીથી સેલ્ફી પણ ક્લિક કરાવ્યા હતા.

