ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મૅચના પાંચમા દિવસે ક્રિતી સૅનન પણ બૉયફ્રેન્ડ સાથે જોવા મળી
અક્ષયકુમારે હાજરી આપતાં દર્શકોનું ધ્યાન તેની તરફ ખેંચાયું હતું
સોમવારે લંડનના લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મૅચના પાંચમા દિવસે અક્ષયકુમારે હાજરી આપતાં દર્શકોનું ધ્યાન તેની તરફ ખેંચાયું હતું. અક્ષય અને પત્ની ટ્વિન્કલે ભૂતપૂર્વ ભારતીય હેડ કોચ રવિ શાસ્ત્રી સાથે બેસીને મૅચની મજા માણી હતી. હવે તેમની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ બની છે. આ સમયે સફેદ ટી-શર્ટ અને બેજ બ્લેઝરમાં સજ્જ અક્ષય તેમ જ ગુલાબી પૅન્ટસૂટ પહેરેલી ટ્વિન્કલની જોડી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ક્રિતી સૅનને પણ બૉયફ્રેન્ડ સાથે મૅચ જોઈ
સોમવારે લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ક્રિકેટ મૅચમાં ક્રિતી સૅનન પણ તેના બૉયફ્રેન્ડ કબીર બહિયા સાથે સ્ટાઇલિશ અંદાજમાં મૅચની મજા માણતી જોવા મળી. દર્શકોની ગૅલરીમાંથી ક્રિતી અને કબીરની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.

