સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયોમાં અનુષ્કાએ પતિ વિરાટ કોહલીને ઇગ્નૉર કરતાં ચર્ચા શરૂ થઈ છે.
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
હાલમાં વિરાટ કોહલી માટે અઘરો સમય ચાલી રહ્યો છે, કારણ કે તે એક પછી એક વિવાદમાં સપડાઈ રહ્યો છે. તાજેતરમાં અવનીત કૌરની તસવીર લાઇક કરવાને કારણે સર્જાયેલો વિવાદ માંડ-માંડ શાંત થયો છે ત્યાં પત્ની અનુષ્કા સાથેની તેની રિલેશનશિપ ચર્ચામાં આવી ગઈ છે. હકીકતમાં સોશ્યલ મીડિયામાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં ઍક્ટ્રેસ કારમાંથી નીચે ઊતરતી વખતે પતિ વિરાટની અવગણના કરતી જોવા મળે છે. અનુષ્કા જ્યારે કારમાંથી ઊતરી રહી હોય છે ત્યારે વિરાટ તેને સપોર્ટ આપવા માટે હાથ આગળ કરે છે પણ અનુષ્કા કારના હૅન્ડલનો સપોર્ટ લઈને ઊતરી જાય છે. મળતી માહિતી પ્રમાણે આ વિડિયો વિરાટ અને અનુષ્કાએ બૅન્ગલોરની એક રેસ્ટોરાંની મુલાકાત લીધી હતી ત્યારે શૂટ કરવામાં આવ્યો હતો.
સોશ્યલ મીડિયા પર આ વિડિયો વાઇરલ થતાં લોકો વિરુષ્કાની રિલેશનશિપ વિશે જાત-જાતની ચર્ચા કરવા માંડ્યા છે. મોટા ભાગના લોકોનું માનવું છે કે અવનીત કૌર પ્રકરણને કારણે અનુષ્કા પતિ વિરાટ પર બરાબરની ગુસ્સે થઈ છે અને આ કારણે જ તેની અવગણના કરી રહી છે.

