આ ફિલ્મના કલાકારો આયુષમાન ખુરાના, નવાઝુદ્દીન સિદ્દીકી, રશ્મિકા મંદાના અને પરેશ રાવલનાં પાત્રોનો ફર્સ્ટ લુક તેમ જ એની વિગતો શૅર કરવામાં આવી છે.
થામાના સ્ટાર્સનો ફર્સ્ટ લુક
‘સ્ત્રી 2’ના નિર્માતાઓની આગામી સુપરનૅચરલ લવસ્ટોરી ‘થામા’ દિવાળીના સમયગાળામાં રિલીઝ થવાની છે. મૅડૉક ફિલ્મ્સના બૅનર હેઠળ બની રહેલી આ ફિલ્મના કલાકારો આયુષમાન ખુરાના, નવાઝુદ્દીન સિદ્દીકી, રશ્મિકા મંદાના અને પરેશ રાવલનાં પાત્રોનો ફર્સ્ટ લુક તેમ જ એની વિગતો શૅર કરવામાં આવી છે.
ફિલ્મના મેકર્સે ફર્સ્ટ લુકમાં આલોકના રોલમાં આયુષમાન ખુરાનાને માનવતાની છેલ્લી આશા, યક્ષાસનના રોલમાં નવાઝુદ્દીન સિદ્દીકીને અંધકારનો બાદશાહ, તાડકાના રોલમાં રશ્મિકા મંદાનાને પ્રકાશની એકમાત્ર પ્રથમ કિરણ અને પરેશ રાવલને હંમેશાં કૉમેડીમાં ટ્રૅજેડી શોધતી વ્યક્તિ ગણાવ્યાં છે. આ ફિલ્મમાં સંજય દત્ત, અપારશક્તિ ખુરાના અને વરુણ ધવનનો કૅમિયો (ભેડિયા તરીકે) પણ છે.

