દ્વારકા દિવેચા એ વ્યક્તિ છે જેમણે ‘શોલે’નાં દૃશ્યોને પડદા પર શાનદાર રીતે રજૂ કર્યાં
ધર્મેન્દ્રએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ફિલ્મની સફળતામાં મોટો ફાળો આપનાર દિવંગત સિનેમૅટોગ્રાફર દ્વારકા દિવેચાના પ્રદાનને યાદ કર્યું છે.
૫૦ વર્ષ પહેલાં રિલીઝ થયેલી ‘શોલે’ને જબરદસ્ત સફળતા મળી હતી. આ ફિલ્મની સફળતામાં અનેક વ્યક્તિના પ્રયાસો જવાબદાર હતા. હાલમાં ફિલ્મના લીડ ઍક્ટર ધર્મેન્દ્રએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ફિલ્મની સફળતામાં મોટો ફાળો આપનાર દિવંગત સિનેમૅટોગ્રાફર દ્વારકા દિવેચાના પ્રદાનને યાદ કર્યું છે.
દ્વારકા દિવેચા એ વ્યક્તિ છે જેમણે ‘શોલે’નાં દૃશ્યોને પડદા પર શાનદાર રીતે રજૂ કર્યાં. ફિલ્મનાં ઍક્શન દૃશ્યો અને ઇમોશનલ દૃશ્યોને તેમણે બહુ સારી રીતે શૂટ કર્યાં. રમેશ સિપ્પીના નિર્દેશન અને સલીમ-જાવેદની પટકથાની જેમ દ્વારકા દિવેચાએ તેમની સિનેમૅટોગ્રાફીથી ‘શોલે’ને ક્લાસિક ફિલ્મ બનાવવામાં મોટું યોગદાન આપ્યું છે.

