એકતા અને આ યુવક હસતાં-હસતાં ફોટોગ્રાફર્સ માટે પોઝ આપતાં જોવા મળ્યાં.
એકતા કપૂરે એક અજાણ્યા યુવક સાથે હાથમાં હાથ નાખીને તસવીરો ક્લિક કરાવી
એકતા કપૂરના ઘરે ગણેશ ઉત્સવ ધામધૂમથી ઊજવવામાં આવ્યો હતો. આ પછી તેણે ભાવપૂર્વક બાપ્પાને વિદાય આપી હતી અને આ પ્રસંગે ભવ્ય ગણેશ ઉત્સવ લંચ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. એકતાની આ પાર્ટીમાં ફિલ્મ અને ટીવી સાથે સંકળાયેલી અનેક સેલિબ્રિટીઝ જોવા મળી મળી હતી. આ તમામ સેલિબ્રિટીએ પરંપરાગત વસ્ત્રો પહેર્યાં હતાં. આ ઉજવણી દરમ્યાન એકતા કપૂરે એક અજાણ્યા યુવક સાથે હાથમાં હાથ નાખીને તસવીરો ક્લિક કરાવતાં બધાનું ધ્યાન તેમની કેમિસ્ટ્રી તરફ ખેંચાયું હતું. એકતા અને આ યુવક હસતાં-હસતાં ફોટોગ્રાફર્સ માટે પોઝ આપતાં જોવા મળ્યાં. જોકે જ્યારે એકતાને લાગ્યું કે તેની આ તસવીરો વિવાદનું કારણ બની શકે છે ત્યારે તેણે તરફ જ સ્પષ્ટતા કરતાં ફોટોગ્રાફર્સને કહ્યું કે ‘મેરે ભાઈ જૈસા હૈ.’

