હાલમાં સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં હેમા આ કારની પૂજા કરતી હોય એવું જણાય છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
હાલમાં ગણેશોત્સવના શુભ દિવસો ચાલી રહ્યા છે ત્યારે ઍક્ટ્રેસ અને સંસદસભ્ય હેમા માલિનીએ ૭૫ લાખ રૂપિયાની MG M9 કાર ખરીદી છે. હાલમાં સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં હેમા આ કારની પૂજા કરતી હોય એવું જણાય છે. આ વિડિયોમાં હેમા પોતાની નવી કાર માટે પ્રાર્થના કરે છે અને પછી ડ્રાઇવરની સીટ પર બેસીને હસીને પોઝ આપે છે. હેમાની આ નવી કારને ફુગ્ગા અને પરિવારના સભ્યો સાથેના ફોટોથી સજાવવામાં આવી હતી.

