૪૨ વર્ષના હની સિંહે એક વિડિયો પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં અપલોડ કર્યો છે
એ. આર. રહમાનની સિગ્નેચરનું ટૅટૂ કરાવ્યું છે હની સિંહે
રૅપર અને મ્યુઝિક પ્રોડ્યુસર યો યો હની સિંહે હાલમાં દિગ્ગજ સંગીતકાર એ. આર. રહમાન પ્રત્યે આદરની લાગણી વ્યક્ત કરવા પોતાના શરીર પર તેમની સિગ્નેચરનું ટૅટૂ કરાવ્યું છે. હાલમાં ૪૨ વર્ષના હની સિંહે એક વિડિયો પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં અપલોડ કર્યો છે જેમાં તે એ. આર. રહમાનનું લોકપ્રિય ગીત ‘તૂ હી રે’ ગાતાં-ગાતાં જમણા ખભા પર એ. આર. રહમાનની સિગ્નેચરનું ટૅટૂ કરાવી રહ્યો છે. આ વિડિયોમાં હની સિંહે કહ્યું છે કે ‘આ લેજન્ડ એ. આર. રહમાન માટે છે. હું તમને પ્રેમ કરું છું સર, આ તમારા માટે છે. તમારા સંગીતથી મને આશીર્વાદ આપવા બદલ આભાર. મારા સંગીતકાર બનવાનું કારણ તમે જ છો. હું તમને હંમેશાં પ્રેમ કરીશ.’

