Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનુ સૂદે કેમ ના પાડી હતી દબંગ 2માં કામ કરવાની? તેણે હવે કર્યો ખુલાસો

સોનુ સૂદે કેમ ના પાડી હતી દબંગ 2માં કામ કરવાની? તેણે હવે કર્યો ખુલાસો

Published : 30 March, 2026 10:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોતાની કરીઅર વિશે વાત કરતાં સોનુએ સ્પષ્ટ કહ્યું હતું કે...

સોનુ સૂદ

સોનુ સૂદ


સોનુ સૂદે બૉલીવુડથી લઈને સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સુધી પોતાની દમદાર ઍક્ટિંગથી ખાસ ઓળખ બનાવી છે. તેને સુપરહિટ ફિલ્મ ‘દબંગ’માં છેદી સિંહના પાત્રમાં સારીએવી લોકપ્રિયતા મળી હતી, પણ આશ્ચર્યની વાત છે કે તેણે ‘દબંગ 2’માં કામ કરવાની ના પાડી દીધી હતી.

હાલમાં ‘દબંગ 2’માં કામ ન કરવાના પોતાના નિર્ણય વિશે વાત કરતાં સોનુએ કહ્યું હતું કે ‘હું ‘દબંગ’માં પણ કામ કરવા નહોતો માગતો, કારણ કે શરૂઆતમાં મને આ પાત્ર સમજાયું જ નહોતું, પરંતુ પછી મેં અને ડિરેક્ટરે પાત્રમાં કેટલાક ફેરફાર કર્યા અને એમાં થોડું હ્યુમર ઉમેરવાથી એ વધુ રસપ્રદ અને મજેદાર બન્યું હતું. એ પછી મેં એમાં કામ કર્યું. ‘દબંગ 2’નો સવાલ છે ત્યાં સુધી હું એટલું કહીશ કે મને આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં ખબર નહોતી પડી એટલે સલમાન ખાન અને અરબાઝ ખાનના બહુ આગ્રહ પછી પણ મેં એનાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.’



પોતાની કરીઅર વિશે વાત કરતાં સોનુએ સ્પષ્ટ કહ્યું હતું કે ‘મેં ક્યારેય પૈસા માટે ફિલ્મ પસંદ નથી કરી. જો કોઈ ફિલ્મ માત્ર પૈસા માટે કરાય તો સેટ પર ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મારા માટે સ્ક્રિપ્ટ અને પાત્રની સમજ વધુ મહત્ત્વની રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK