જસલીને ટ્વીટ કર્યું હતું કે ‘ઇન્ડિયામાં મ્યુઝિક લેબલ જે રીતે કામ કરે છે એનાથી હું કંટાળી ગઈ છું.
જસલીન રૉયલ
જસલીન રૉયલનું કહેવું છે કે ઇન્ડિયન મ્યુઝિક લેબલ સિંગર્સનું ખૂબ જ શોષણ કરે છે. જસલીને ‘રાંઝા’, ‘નચદે ને સારે’ અને ‘દિન શગના દા’ જેવાં ઘણાં હિટ ગીતો આપ્યાં છે. ઇન્ડિયન મ્યુઝિક લેબલનું કહેવું છે કે તેઓ આર્ટિસ્ટ ફ્રેન્ડ્લી છે. જોકે અહીં જસલીને તેમને ઉઘાડા પાડ્યા છે. આ વિશે જસલીને ટ્વીટ કર્યું હતું કે ‘ઇન્ડિયામાં મ્યુઝિક લેબલ જે રીતે કામ કરે છે એનાથી હું કંટાળી ગઈ છું. તેઓ આર્ટિસ્ટ ફ્રેન્ડ્લી કંપની છે એ કહેવાની એક પણ તક નથી છોડતા, પરંતુ રિયલિટી એ છે કે તેઓ ખૂબ જ શોષણ કરે છે. હું દરેક આર્ટિસ્ટ, જેઓ આ વાંચી રહ્યા છે તેમને કહેવા માગું છું કે તેઓ તેમનાં ગીતો અથવા તો તેમના કામને આવાં લેબલ્સ અથવા તો ફિલ્મને વેચે એ પહેલાં કોઈ જાણકાર વ્યક્તિની સલાહ લે. તમે સાઇન કરો એ પહેલાં તમારી વૅલ્યુ અને તમારા રાઇટ્સ વિશે જાણવું જરૂરી છે.’

