બન્ને કલાકારો લગભગ ૧૦ મિનિટ સુધી ચાટની દુકાન પર રોકાયાં હતાં અને તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.
પરમ અને સુંદરી
જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘પરમ સુંદરી’ ૨૯ ઑગસ્ટે રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મના પ્રમોશન માટે લખનઉ પહોંચેલા સ્ટાર્સે ત્યાંના હઝરતગંજની એક દુકાનમાં ચાટની મજા માણી હતી. જાહ્નવીએ ત્યાં ચાટના સ્ટૉલ પર પોતાની પસંદગીની ચાટ બનાવડાવીને એની મજા માણી હતી. બન્ને કલાકારો લગભગ ૧૦ મિનિટ સુધી ચાટની દુકાન પર રોકાયાં હતાં અને તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.

