બેબોની ડાયટિશ્યને એક ઇન્ટરવ્યુમાં તેની ખાનપાનની આદતો વિશે વાત કરી
કરીના કપૂર
કરીના કપૂરની ડાયટિશ્યન ઋજુતા દિવેકરે હાલમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કરીના છેલ્લાં ૧૮ વર્ષથી લગભગ એકસરખી ડાયટનું પાલન કરી રહી છે. ઋજુતા ૨૦૦૭થી કરીનાની ડાયટિશ્યન છે અને તેણે જ કરીનાને ૨૦૦૮ની ફિલ્મ ‘ટશન’ માટે તેનો ચર્ચિત ‘સાઇઝ ઝીરો’ લુક મેળવવામાં મદદ કરી હતી.
હાલમાં ઋજુતાએ એક ઇન્ટરવ્યુમાં કરીનાના ડાયટનું વિગતવાર વર્ણન કર્યું અને કહ્યું, ‘કરીના સવારે ઊઠીને બદામ, કિસમિસ કે અંજીર જેવાં ડ્રાયફ્રૂટ્સ લે છે. તેની ડાયટમાં નાસ્તામાં પરાઠાં કે પૌંઆ, બપોરે જમવામાં દાળ અને ભાત, સાંજે નાસ્તામાં ચીઝ-ટોસ્ટ (ક્યારેક) અથવા મૅન્ગો મિલ્કશેક (સીઝનલ) અને રાતે ભોજનમાં ઘી સાથે ખીચડી-પુલાવનો સમાવેશ થાય છે.’
ADVERTISEMENT
કરીનાની ડાયટ વિશે વાત કરતાં ઋજુતા દિવેકરે જણાવ્યું હતું કે ‘જો કરીના શૂટિંગ-સેટ પર હોય તો તે બપોરે જમવામાં સામાન્ય રીતે દાળ-ભાત પસંદ કરે છે, કારણ કે સેટ પર ભાત વધુ સરળતાથી મળી રહે છે. જો કરીના ઘરે હોય તો બપોરના ભોજનમાં રોટલી-શાક ખાય છે અને રાતે અઠવાડિયામાં ચારથી પાંચ દિવસ ઘી સાથે ખીચડી ખાવાનું પસંદ કરે છે.’

