કાર્તિક આર્યન અને શ્રીલીલા મોડી રાતે સાથે જોવા મળતાં તેમના ફૅન્સ હવે આવી કમેન્ટ કરી રહ્યા છે
કાર્તિક આર્યન અને શ્રીલીલા
કાર્તિક આર્યન અને શ્રીલીલા ફરી પાછાં પોતાની રિલેશનશિપને કારણે ચર્ચામાં આવ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી બન્ને ઘણી વખત સાથે જોવા મળ્યાં છે અને તાજેતરમાં બન્ને મુંબઈની એક રેસ્ટોરાંમાંથી મોડી રાતે બહાર નીકળતાં કૅમેરામાં ક્લિક થઈ ગયાં હતાં. એ પછી સોશ્યલ મીડિયામાં તેમના ફૅન્સે ખુશ થઈને કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે લખ્યું છે કે નવી જોડી સુપરહિટ લાગે છે, તો અન્ય એક યુઝરે સલાહ આપતાં કહી દીધું કે હવે તો લગ્ન કરી લો.
કાર્તિક અને શ્રીલીલા અનુરાગ બાસુની ફિલ્મ ‘આશિકી 3’માં સાથે જોવા મળશે. આવી સ્થિતિમાં બન્ને વચ્ચે વધતી નિકટતાને લઈને ચર્ચા થવી સ્વાભાવિક છે. તાજેતરમાં શ્રીલીલાના જન્મદિવસે કાર્તિકે સોશ્યલ મીડિયા પર એક સુંદર તસવીર શૅર કરી હતી, જેમાં બન્ને ક્યુટ લાગી રહ્યાં હતાં. આ પોસ્ટે તેમના સંબંધની ચર્ચાને વધુ હવા આપી છે.

