અક્ષય કુમાર પોતાની ફિલ્મ `કેસરી 2`ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે આર માધવન અને અનન્યા પાંડે પણ જોવા મળશે. એવામાં હવે ચાહકોનો ઇંતેજાર ખતમ થઈ ગયો છે. `કેસરી 2`ની રિલીઝ ડેટ પમ સામે આવી ચૂકી છે.
કેસરી (ફાઈલ તસવીર)

બૉલિવૂડ એક્ટર અક્ષય કુમાર પાસે હાલ અનેક ફિલ્મો પાઈપલાઈનમાં છે. તાજેતરમાં અને અક્ષય કુમારની ફિલ્મ સ્કાય ફૉર્સ રિલીઝ થઈ હતી. તાજેતરમાં જ તેની અપકમિંગ ફિલ્મ જૉલી એલએલબી 3ની નવી રિલીઝ ડેટ સામે આવી છે. એટલું જ નહીં, અક્ષય કુમાર પોતાની ફિલ્મ `કેસરી 2`ને લઈને પણ ચર્ચામાં છવાયેલા છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે આર માધવન અને અનન્યા પાંડે પણ જોવા મળશે. એવામાં હવે ચાહકોનો ઇંતેજાર ખતમ થવામાં છે. `કેસરી 2`ની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
આ તારીખે રિલીઝ થઈ રહી છે `કેસરી 2`
અક્ષય કુમારની વર્ષ 2019માં બ્લૉકબસ્ટર ફિલ્મ `કેસરી`ની સિક્વલ `કેસરી 2`ને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. અક્ષય કુમારે પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક મોશન પોસ્ટ શેર કરીને કેસરી 2 ની સત્તાવાર જાહેરાત કરી છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે આ ફિલ્મનું ટીઝર કયા દિવસે રિલીઝ થશે. આ મોશન પોસ્ટરમાં લોહીથી લથપથ દિવાલ દેખાય છે, જેના પર ગોળીઓના નિશાન દેખાય છે. તેના પર લખ્યું છે- `એક ક્રાંતિ જે હિંમતના રંગમાં રંગાયેલી હતી.` કેસરી પ્રકરણ 2: જલિયાંવાલા બાગની અનટોલ્ડ સ્ટોરી.
View this post on Instagram
અક્ષયે કેપ્શનમાં આ લખ્યું
અક્ષય કુમારે વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે - `કેટલીક લડાઈઓ હથિયારોથી લડવામાં આવતી નથી.` કેસરી ચેપ્ટર 2 નું ટીઝર 24 માર્ચે આવી રહ્યું છે. આ ફિલ્મ ૧૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ રહી છે. કેસરી 2 ની રિલીઝ તારીખ જાહેર થતાં ચાહકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. યુઝર્સ આના પર ટિપ્પણી કરી રહ્યા છે અને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. `કેસરી 2` જલિયાંવાલા બાગ હત્યાકાંડની કરુણ વાર્તા કહેશે. `કેસરી` ફિલ્મ સારાગઢીના યુદ્ધ પર આધારિત હતી અને તેનું દિગ્દર્શન અનુરાગ સિંહે કર્યું હતું.
`કેસરી 2`ની સ્ટોરી
ફિલ્મ નિર્માતા કરણ સિંહ ત્યાગીએ ફિલ્મ `કેસરી 2`નું દિગ્દર્શન કર્યું છે. તે કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ, કુમારના કેપ ઓફ ગુડ ફિલ્મ્સ અને આનંદ તિવારી અને અમૃતપાલ સિંહ બિન્દ્રાના બેનર હેઠળ બનાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ `કેસરી 2` જલિયાંવાલા બાગ હત્યાકાંડની કરુણ વાર્તા કહેશે. `કેસરી` ફિલ્મ સારાગઢીના યુદ્ધ પર આધારિત હતી અને તેનું દિગ્દર્શન અનુરાગ સિંહે કર્યું હતું.
`કેસરી 2`ની વાર્તા