Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ક્રિતી બહેન-બનેવી સાથે ફરવા પહોંચી ગઈ ફિનલૅન્ડ

ક્રિતી બહેન-બનેવી સાથે ફરવા પહોંચી ગઈ ફિનલૅન્ડ

Published : 27 March, 2026 10:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિતી સૅનનની બહેન નૂપુર સૅનન લગ્ન પછી એન્જૉય કરી રહી છે. તેની સાથોસાથ ક્રિતી પણ મજા માણી રહી છે. હાલમાં ક્રિતી પોતાની બહેન અને બનેવી સ્ટેબિન બેન સાથે ફરવા ફિનલૅન્ડ પહોંચી ગઈ હતી.

ક્રિતી બહેન-બનેવી સાથે ફરવા પહોંચી ગઈ ફિનલૅન્ડ

ક્રિતી બહેન-બનેવી સાથે ફરવા પહોંચી ગઈ ફિનલૅન્ડ


ક્રિતી સૅનનની બહેન નૂપુર સૅનન લગ્ન પછી એન્જૉય કરી રહી છે. તેની સાથોસાથ ક્રિતી પણ મજા માણી રહી છે. હાલમાં ક્રિતી પોતાની બહેન અને બનેવી સ્ટેબિન બેન સાથે ફરવા ફિનલૅન્ડ પહોંચી ગઈ હતી. ક્રિતીએ આ ટ્રિપની ઘણી સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરોમાં ફિનલૅન્ડની ટ્રિપમાં ક્રિતીએ આકાશમાં ઉલ્કાઓ અને એક તૂટતા તારાનો પણ સમાવેશ કર્યો છે. સામાન્ય રીતે તૂટતા તારાને જોઈને ઇચ્છા પૂરી કરવા માટે મનમાં પ્રાર્થના કરવાની હોય છે એટલે ક્રિતીએ પણ આ ખાસ પળનો લાભ લઈને પોતાની ઘણી ઇચ્છાઓ પૂરી કરવા માટે પ્રાર્થના કરી છે. 

એ સિવાય ક્રિતીએ પ્રખ્યાત ‘નૉર્ધર્ન લાઇટ્સ’ નીચે પોઝ આપ્યા હતા. તસવીરો શૅર કરતાં  તેણે કૅપ્શનમાં લખ્યું છે, ‘જ્યારે આકાશ આશાઓ, સપનાંઓ અને જાદુથી ભરેલું હોય... એ જ રાતે મેં મનમોહક નૉર્ધર્ન લાઇટ્સ, એક અદ્ભુત ઉલ્કા અને એક તૂટતો તારો જોયો. લોકો કહે છે કે વિશ કરો, તો મેં ઘણી બધી વિશ કરી.’



આ પહેલાં નૂપુર અને સ્ટેબિન બેને પણ પોતાની ફિનલૅન્ડ-ટ્રિપની રોમૅન્ટિક તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી અને તેણે કૅપ્શન લખી છે, ‘જો દુનિયામાં ક્યાંય જાદુ હોય તો એ અહીં છે... તારી સાથે.’


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 10:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK