કાજોલ અને ટ્વિન્કલ ખન્નાના શો ટૂ મચ વિથ કાજોલ ઍન્ડ ટ્વિન્કલમાં તેણે આ વાતનો ખુલાસો કર્યો છે
મનીષ મલ્હોત્રાએ શા માટે નથી કર્યું સંજય લીલા ભણસાલી સાથે કામ?
બૉલીવુડના ટોચના ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ મોટા-મોટા ડિરેક્ટરો સાથે કામ કર્યું છે, પણ ‘ખામોશી’ પછી તેણે સંજય લીલા ભણસાલી સાથે કામ નથી કર્યું. હાલમાં કાજોલ અને ટ્વિન્કલ ખન્નાના શો ‘ટૂ મચ વિથ કાજોલ ઍન્ડ ટ્વિન્કલ’માં મનીષ મલ્હોત્રાએ આ મુદ્દા વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મેં સંજય સાથે ‘ખામોશી’ કરી હતી. ત્યાર પછી અમે સાથે કામ નથી કર્યું. હકીકતમાં સંજય લીલા ભણસાલીને હંમેશાં લાગતું હતું કે હું કરણ જોહર અને આદિત્ય ચોપડાના ગ્રુપનો હિસ્સો છું અને આ કારણે તેમણે હંમેશાં મારી સાથે અંતર રાખ્યું છે. મેં આ મામલે સંજય સાથે સીધી વાત પણ કરી હતી. મેં તેને કહ્યું કે સંજય... હું એક પ્રોફેશનલ છું, હું અલગ-અલગ ડિરેક્ટર્સ અને ઍક્ટર સાથે કામ કરી શકું છું. જોકે ક્યારેક વસ્તુઓ આપણા ઇચ્છા મુજબ નથી બનતી અને ત્યારે પોતાનો રસ્તો જાતે બનાવવો પડે છે તેમ જ પરિસ્થિતિને સ્વીકારી લેવી પડે છે.’


