સિદ્ધાર્થે પપ્પા બનવાનો અનુભવ શૅર કરીને દીકરીના નામનો અર્થ પણ જણાવ્યો
કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફાઇલ તસવીર
કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ૧૫ જુલાઈએ દીકરી સરાયાહનાં પેરન્ટ્સ બન્યાં હતાં. હવે તેમની દીકરી ચાર મહિનાની થઈ ગઈ છે ત્યારે હાલમાં એક ઇવેન્ટ દરમ્યાન સિદ્ધાર્થે સરાયાહ અને કિઆરાના ગર્ભાવસ્થાના અનુભવ વિશે ખુલાસો કર્યો છે.
સરાયાહ વિશે વાત કરતાં સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘સરાયાહનો અર્થ છે ભગવાનની રાજકુમારી. આ એક હીબ્રૂ ભાષાનું નામ છે. મારી દીકરી સુપરસ્ટાર અને મારી પત્ની છે સુપરહીરો. ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમ્યાન કિઆરાને જોવાનો અનુભવ મારા માટે આંખ ઉઘાડે એવો રહ્યો. પુરુષો હિંમત અને શક્તિની વાતો કરે છે, પરંતુ સાચા અર્થમાં આ બધું સ્ત્રીઓ માતા બનતી વખતે સાબિત કરે છે. મેં કિઆરાને ગર્ભાવસ્થા દરમ્યાન હૉર્મોનલ અને શારીરિક ફેરફારોમાંથી પસાર થતી જોઈ છે અને હવે તે સાચી સુપરહીરોની જેમ સરાયાહની સંભાળ રાખી રહી છે.’


