Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Operation Sindoorથી બૉલિવુડ જોશમાં! અનુપમ ખેર, રિતેશ દેશમુખ સહિતના સેલેબ્ઝે સેનાને આપી શાબાશી

Operation Sindoorથી બૉલિવુડ જોશમાં! અનુપમ ખેર, રિતેશ દેશમુખ સહિતના સેલેબ્ઝે સેનાને આપી શાબાશી

Published : 07 May, 2025 12:19 PM | Modified : 07 May, 2025 12:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Operation Sindoor: ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ૯ સ્થળો પર સ્ટ્રઇક કરી, બૉલિવુડ સેલેબ્ઝ મોદી સરકારના આ પગલાંથી ખુબ ખુશ થયા છે અને ભારતીય સેનાને શુભેચ્છા આપી છે

રિતેશ દેશમુખ, નિમરત કૌર, અક્ષય કુમાર

રિતેશ દેશમુખ, નિમરત કૌર, અક્ષય કુમાર


જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં ૨૨ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)ના ૧૫ દિવસ પછી, ભારત (India)એ પાકિસ્તાન (Pakistan)માં ૯ સ્થળો પર સ્ટ્રાઈક કરી છે. તેને ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor)નામ આપવામાં આવ્યું છે. ઘણા બોલિવૂડ સેલેબ્સ તેની સફળતા પર પ્રતિક્રિયા (Bollywood celebrities on Operation Sindoor) આપી રહ્યા છે અને ચાહકોમાં ઉત્સાહ વધારી રહ્યા છે. કંગના રનૌત (Kangana Ranaut), અનુપમ ખેર (Anupam Kher), રિતેશ દેશમુખ (Riteish Deshmukh), અક્ષય કુમાર (Akshay Kumar) અને ચિરંજીવી (Chiranjeevi) સહિત ઘણા સેલેબ્સએ આ અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે.


અનુપમ ખેર (Anupam Kher) ઓફિશિયલ X પ્લેટફોર્મ પર ઓપરેશન સિંદૂરનું પોસ્ટર શેર કર્યું અને લખ્યું, ‘ભારત માતા કી જય.’




રિતેશ દેશમુખ (Riteish Deshmukh)એ લખ્યું છે, ‘જય હિંદ કી સેના. ભારત માતા કી જય.’ આ સાથે તેણે એક તસવીર પણ શેર કરી છે જેમાં `ઓપરેશન સિંદૂર` લખેલું છે.


કંગના રનૌત (Kangana Ranaut)એ એક પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘ઓપરેશન સિંદૂર, આતંકવાદ પર શૂન્ય સહિષ્ણુતા. ભારતીય સશસ્ત્ર દળોએ એક ચોક્કસ મિશન શરૂ કર્યું, ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનમાં 9 આતંકવાદી છાવણીઓ અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરને તટસ્થ કરવામાં આવ્યા. નવું ભારત.’

અક્ષય કુમાર (Akshay Kumar)એ ઓપરેશન સિંદુરની તસવીર શૅર કરતા લખ્યું છે, ‘જય હિંદ. જય મહાકાલ.’

આ કાર્યવાહી પર નિમરત કૌર (Nimrat Kaur)એ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું, ‘અમે અમારી સેના સાથે છીએ. એક દેશ. એક મિશન. જય હિંદ ઓપરેશન સિંદૂર.’

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nimrat Kaur (@nimratofficial)

સોનુ સુદ (Sonu Sood)એ ઓપરેશન સિંદુરની તસવીર શૅર કરવાની સાથે લખ્યું છે કે, ‘ન્યાય થઈ ગયો. જય હિંદ.’

પરેશ રાવલ (Paresh Rawal)એ ભારતીય સેના અને પીએમ મોદીનો આભાર માન્યો.

મધુર ભંડારકર (Madhur Bhandarkar)એ પોસ્ટ શેર કરી અને કહ્યું, ‘અમારી પ્રાર્થના સેના સાથે છે. એક દેશ, અમે સાથે ઉભા છીએ. જય હિંદ, વંદે માતરમ.’

અભિનેતા વિનીત કુમાર સિંહ (Vineet Kumar Singh)એ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ભારતીય સેનાની આ કાર્યવાહી પર ખુશી વ્યક્ત કરી છે અને જય હિંદ લખ્યું છે.

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth)એ લખ્યું છે કે, ‘લડવૈયાઓની લડાઈ શરૂ થઈ ગઈ છે. મિશન પૂર્ણ ન થાય ત્યાં સુધી તે બંધ થશે નહીં. આખું ભારત તમારી સાથે છે.’

ચિરંજીવી (Chiranjeevi)એ પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘જય હિંદ.’

અલ્લુ અર્જુન (Allu Arjun)એ પોસ્ટ કર્યું છે, ‘ન્યાય મળે. જય હિન્દ.’

પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)ના જવાબમાં ભારતે કરેલી સ્ટ્રાઇક, જેને ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor)નામ આપવામાં આવ્યું છે તેનાથી બૅલિવુડ સેલેબ્ઝ સહિત દરેક ભારતીય ખુબ ખુશ છે.

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2025 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK