ફુલેની રિલીઝ પહેલાં પ્રતીક ગાંધી દીકરી સાથે ક્વૉલિટી ટાઇમ ગાળીને રિલૅક્સ થઈ રહ્યો છે
પ્રતીક ગાંધી, દીકરી મિરાયા
પ્રતીક ગાંધી અને પત્રલેખાને ચમકાવતી ફિલ્મ ‘ફુલે’ ૨૫ એપ્રિલે રિલીઝ થવાની છે. સમાજસુધારક દંપતી જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેના જીવન પર આધારિત આ ફિલ્મ પહેલાં ૧૧ એપ્રિલે રિલીઝ થવાની હતી. આ ફિલ્મ પર જાતિવાદ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને એ ઘણા વિવાદોનો ભોગ બની હતી. જોકે ઘણા ફેરફાર પછી આખરે આ ફિલ્મ ૨૫ એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મની રિલીઝને ગણતરીના દિવસોની વાર છે ત્યારે પ્રતીક પરિવાર સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરીને રિલૅક્સ થઈ રહ્યો છે. હાલમાં પ્રતીકે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેની દીકરી મિરાયા સાથેની કેટલીક તસવીરો શૅર કરી છે. પ્રતીક ગાંધી અને ભામિની ઓઝા ગાંધીની દીકરી મિરાયાનો જન્મ ૨૦૧૪માં થયો હતો.

