રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોન્ડાએ ગ્રૅન્ડ માર્શલ તરીકે મૅડિસન એવન્યુ રોડ પર યોજાયેલી આ પરેડનું નેતૃત્વ કર્યું હતું
રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોન્ડા
ન્યુ યૉર્કમાં ૧૭ ઑગસ્ટે ભારતનો ૭૯મો સ્વાતંત્ર્યદિન ઊજવવા માટે ઇન્ડિયા-ડે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોન્ડાએ ગ્રૅન્ડ માર્શલ તરીકે મૅડિસન એવન્યુ રોડ પર યોજાયેલી આ પરેડનું નેતૃત્વ કર્યું હતું. આ પરેડની તેમની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયાં છે. રશ્મિકા અને વિજય વચ્ચે રિલેશનશિપ હોવાની ચર્ચા વચ્ચે બન્નેએ એકસાથે ઇવેન્ટમાં હાજરી આપી હતી. જોકે બન્નેએ ક્યારેય તેમના સંબંધોનો જાહેરમાં સ્વીકાર નથી કર્યો.

