સૈફ અલી ખાન અને રાની મુખરજીને લીડ રોલમાં ચમકાવતી રોમૅન્ટિક-કૉમેડી ફિલ્મ ‘હમ તુમ’ ૧૬ મેએ થિયેટરોમાં ફરીથી રિલીઝ થવા તૈયાર છે. સૈફ અને રાનીની ઇમોશનલ ઍક્ટિંગ ઉપરાંત ફિલ્મનાં ગીતો અને સ્ટોરીએ ‘હમ તુમ’ને સફળ ફિલ્મ બનાવી હતી.
હમ-તુમ ફિલ્મ પોસ્ટર
સૈફ અલી ખાન અને રાની મુખરજીને લીડ રોલમાં ચમકાવતી રોમૅન્ટિક-કૉમેડી ફિલ્મ ‘હમ તુમ’ ૧૬ મેએ થિયેટરોમાં ફરીથી રિલીઝ થવા તૈયાર છે. સૈફ અને રાનીની ઇમોશનલ ઍક્ટિંગ ઉપરાંત ફિલ્મનાં ગીતો અને સ્ટોરીએ ‘હમ તુમ’ને સફળ ફિલ્મ બનાવી હતી. ૨૦૦૪માં આવેલી આ ફિલ્મ માટે સૈફ અલી ખાન નૅશનલ અવૉર્ડ પણ જીત્યો હતો. આ રોમૅન્ટિક-કૉમેડીમાં સૈફ અલી ખાન અને રાની મુખરજી ઉપરાંત દિવંગત રિશી કપૂર, કિરણ ખેર, રતિ અગ્નિહોત્રી અને અભિષેક બચ્ચન સહિત અન્ય કલાકારો પણ મહત્ત્વની ભૂમિકામાં હતાં.

