સાયરા બાનુએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘હેમા અને હું ઘણા લાંબા સમયથી એકબીજાને મળવા માગતાં હતાં
સાયરા બાનુએ હાલમાં હેમા માલિની સાથેની મુલાકાતની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે
સાયરા બાનુએ હાલમાં હેમા માલિની સાથેની મુલાકાતની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી છે અને સાથે લાંબી અને ઇમોશનલ પોસ્ટ પણ લખી છે. સાયરા બાનુએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘હેમા અને હું ઘણા લાંબા સમયથી એકબીજાને મળવા માગતાં હતાં, પરંતુ જિંદગીએ અમને પોતાની રીતે અલગ રાખ્યાં. થોડા સમય પહેલાં જ તેમણે મને ફોન કર્યો અને મને ખબર પણ ન પડી કે તેઓ મારા દરવાજે હતાં. અમે સાથે કેટલોક સુંદર સમય વિતાવ્યો, યાદોમાં ડૂબી ગયાં. એ સોનેરી દિવસોને ફરીથી જીવ્યાં અને એ વાતોને યાદ કરી જેને સમય ક્યારેય ભૂંસી શકે નહીં.’

