‘બૅટલ ઑફ ગલવાન’ને લઈને મેકર્સ અને જિયો સ્ટુડિયોઝ વચ્ચે જબરદસ્ત ડીલ થઈ હોવાના રિપોર્ટ છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સલમાન ખાનની ‘બૅટલ ઑફ ગલવાન’ને લઈને મેકર્સ અને જિયો સ્ટુડિયોઝ વચ્ચે જબરદસ્ત ડીલ થઈ હોવાના રિપોર્ટ છે. મળતી માહિતી પ્રમાણે જિયો સ્ટુડિયોઝે ફિલ્મના તમામ રાઇટ્સ માટે ૩૨૫ કરોડ રૂપિયા આપ્યા છે. આ ડીલમાં ફિલ્મના મ્યુઝિક, સૅટેલાઇટ, ડિજિટલ અને થિયેટ્રિકલ તમામ રાઇટ્સનો સમાવેશ છે. ફિલ્મ બને પછી એનો સંપૂર્ણ હક હવે જિયો સ્ટુડિયોઝ પાસે રહેશે.
રિપોર્ટ પ્રમાણે આ ડીલ ભલે ૩૨૫ કરોડ રૂપિયામાં સાઇન થઈ હોય, પરંતુ આ રકમમાં વધારો કે ઘટાડો થઈ શકે છે, કારણ કે આ ‘બૉક્સ-ઑફિસ લિન્કડ ડીલ’ છે. ફિલ્મ જો કમાણીનો ૧૦૦, ૨૦૦ કે ૩૦૦ કરોડનો આંક પાર કરશે તો જિયો સ્ટુડિયોઝ મેકર્સને વધારાની રકમ ચૂકવશે. જો ફિલ્મ અપેક્ષા મુજબ ન ચાલી તો ડીલની કિંમત ઘટશે એટલે ફિલ્મ સુપરહિટ રહી તો બન્ને પક્ષને લાભ થશે અને સફળ નહીં નીવડે તો નુકસાન પણ બન્નેએ સહન કરવું પડશે.


