આ ફિલ્મ ૨૦૧૪ની વખાણાયેલી ફ્રેન્ચ-બેલ્જિયન ફિલ્મ ‘લા ફેમી બેલિયે’નું ભારતીય અડૉપ્શન હશે.
રાઘવ જુયાલ, અલીઝેહ અગ્નિહોત્રી
‘ક્વીન’, ‘સુપર 30’ અને ‘શૈતાન’ના ડિરેક્ટર વિકાસ બહેલની આગામી ફિલ્મમાં સલમાન ખાનની ભાણેજ અલીઝેહ અગ્નિહોત્રી તેમ જ રાઘવ જુયાલને લીડ રોલમાં સાઇન કરવામાં આવ્યાં હોવાનો રિપોર્ટ છે. આ ફિલ્મ ૨૦૧૪ની વખાણાયેલી ફ્રેન્ચ-બેલ્જિયન ફિલ્મ ‘લા ફેમી બેલિયે’નું ભારતીય અડૉપ્શન હશે. આ ફિલ્મ એક બહેરા પરિવારની એકમાત્ર સાંભળી શકનાર સભ્યની આસપાસ આકાર લે છે. આ ફિલ્મની થીમ સંજય લીલા ભણસાલીની ૧૯૯૬ની ડેબ્યુ ફિલ્મ ‘ખામોશી : ધ મ્યુઝિકલ’ સાથે મળતી આવે છે. ફિલ્મમાં એકમાત્ર સાંભળી શકનાર સભ્યનો રોલ અલીઝેહ નિભાવશે, જ્યારે રાઘવના પાત્રની વિગતો ગુપ્ત રાખવામાં આવી છે.

