સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે, પણ મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મની રિલીઝના ગણતરીના કલાકો પહેલાં પાઇરેટ્સ દ્વારા આ ફિલ્મને ઑનલાઇન લીક કરી દેવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મનું HD વર્ઝન ઇન્ટરનેટ પર આવી ગયું છે.
સિકંદર મૂવી પોસ્ટર
ફિલ્મના પાઇરેટેડ વર્ઝનને ૬૦૦ જેટલી વેબસાઇટ્સ પરથી હટાવી દેવાની સૂચના આપી દેવામાં આવી.
સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે, પણ મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મની રિલીઝના ગણતરીના કલાકો પહેલાં પાઇરેટ્સ દ્વારા આ ફિલ્મને ઑનલાઇન લીક કરી દેવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મનું HD વર્ઝન ઇન્ટરનેટ પર આવી ગયું છે.
ટ્રેડ-ઍનલિસ્ટ કોમલ નાહટાએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ લખીને આ મુદ્દાની ચર્ચા કરી છે. તેમણે લખ્યું છે કે ‘કોઈ પણ ફિલ્મને એ થિયેટરમાં રિલીઝ થાય એ પહેલાં ઑનલાઇન લીક કરી દેવી એ કોઈ પણ મેકર માટે સૌથી વધારે ખરાબ સપનું છે. સાજિદ નડિયાદવાલાની ‘સિકંદર’ રવિવારે રિલીઝ થવાની હતી અને શનિવારે સાંજે આ ફિલ્મ સાથે આવું થયું છે.’
કોમલ નાહટાએ માહિતી આપી છે કે આ ફિલ્મના મેકર નડિયાદવાલા ગ્રૅન્ડસન એન્ટરટેઇનમેન્ટે અધિકારીઓને લીકના મામલે કાર્યવાહી કરવાનું કહી દીધું છે અને ફિલ્મને અનેક વેબસાઇટ્સ પરથી હટાવી દેવામાં આવી છે. તેમણે માહિતી આપી છે કે ‘નિર્માતાએ અધિકારીઓને શનિવારે રાતે ૬૦૦ સાઇટ પરથી ફિલ્મ હટાવી લેવાનું કહ્યું છે. જ્યારે કોઈ ફિલ્મ પાઇરસીનો ભોગ બને છે ત્યારે એની સીધી અસર ફિલ્મની કમાણી પર પડે છે. સૌથી વધારે નુકસાન મેકર્સે ઉઠાવવું પડે છે, કારણ કે ફિલ્મ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે.’
જોકે આ ફિલ્મ કેવી રીતે લીક થઈ છે એની હજી સુધી ખબર નથી પડી. રિપોર્ટ પ્રમાણે મેકર્સે આ મામલે પોલીસનો સંપર્ક કર્યો છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે. ‘સિકંદર’ની વાત કરીએ તો આ ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને એ. આર. મુરુગાદોસે ડિરેક્ટ કરી છે. તેમણે ૨૦૦૮ની ફિલ્મ ‘ગજિની’નું ડિરેક્શન પણ કર્યું છે.

