સારા અલી ખાને એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તેનું ફાઇનેન્સ મૅનેજમેન્ટ મમ્મી અમૃતા સિંહ સંભાળે છે
સારા અલી ખાન અને તેની મમ્મી અમૃતા સિંહ
સારા અલી ખાને તાજેતરમાં ખુલાસો કર્યો છે કે તે તેની મમ્મીની પરમિશન વિના એક રૂપિયો પણ ખર્ચ કરી શકતી નથી. એક ઇન્ટરવ્યુમાં સારા અલી ખાને સ્પષ્ટતા કરી છે કે તેનું ગૂગલપે અકાઉન્ટ તેની મમ્મીના અકાઉન્ટ સાથે જોડાયેલું છે અને વન ટાઇમ પાસવર્ડ (OTP) પણ મમ્મીને જ આવે છે. પોતાના ફાઇનૅન્સ મૅનેજમેન્ટ વિશે વાત કરતી વખતે સારા કહે છે, ‘હું શીખી છું કે નાની-નાની રકમનું અલગ-અલગ જગ્યાએ રોકાણ કરવું જોઈએ. આનાથી લાંબા ગાળે ફાયદો થાય છે. મારી મમ્મી મારો નાણાકીય હિસાબ સંભાળે છે. મારું ગૂગલપે અકાઉન્ટ પણ તેમની સાથે લિન્ક થયેલું છે અને OTP પણ તેમને આવે છે. તેમના તરફથી OTP ન મળે તો એના વિના હું ટિકિટ બુક કરાવી શકતી નથી. એટલા માટે મારી મમ્મી હંમેશાં જાણતી હોય છે કે હું ક્યાં છું.’

