સોનમ કપૂર, દિવ્યા દત્તા અને ઊર્મિલા માતોન્ડકરે કરી ઇમોશનલ પોસ્ટ
શબાના આઝમી
શબાના આઝમીની ગઈ કાલે ૭૫મી વર્ષગાંઠ હતી. સોનમ કપૂર, દિવ્યા દત્તા અને ઊર્મિલા માતોન્ડકરે સોશ્યલ મીડિયા પર ઇમોશનલ પોસ્ટ શૅર કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી. સોનમે સોશ્યલ મીડિયા પર તેની અને શબાનાની તસવીર શૅર કરીને કૅપ્શન લખી હતી, ‘હૅપી બર્થ-ડે શબાના આન્ટી.’
પ્રેમ અને સાથ બદલ આભાર
દિવ્યા દત્તા શબાના આઝમીને આઇડલ માને છે. તેણે સોશ્યલ મીડિયામાં શબાના પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં લખ્યું હતું, ‘હું તમારા માટેના મારા પ્રેમને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી. જ્યારથી મેં તમને મોટા પડદે જોયાં ત્યારથી તમે મારાં ફેવરિટ બની ગયાં. જ્યારે જિંદગીએ મને તમને મળવાનો મોકો આપ્યો ત્યારે પણ હું તમારી ચાહક બની ગઈ. તમે અદ્ભુત છો, શબાનાદી. રોજ તમારી પાસેથી કંઈક શીખું છું, તમે મને પ્રેરણા આપો છો. તમારી શરારતો પણ એમાં સામેલ છે. મને પ્રેમ આપવા અને હંમેશાં સાથ આપવા બદલ આભાર. હંમેશાં મારો હાથ મજબૂતીથી પકડી રાખવા બદલ આભાર. તમે મારી જિંદગીમાં અમૂલ્ય છો. જન્મદિવસની અગણિત શુભેચ્છાઓ.’
ADVERTISEMENT
પ્રેરણા ને પ્રેમ આપવા બદલ આભાર
ઊર્મિલા માતોન્ડકરે પણ શબાના આઝમીના જન્મદિવસે એક હૃદયસ્પર્શી પોસ્ટ શૅર કરી અને લખ્યું હતું, ‘વર્ષ 1983, જગ્યા જાનકી કુટિર. નાની, બેચેન અને ગભરાયેલી હું ફિલ્મ ‘માસૂમ’ના ફોટોશૂટ માટે તમને મળી ત્યારથી તમારી સાથે એક અતૂટ બંધન બંધાયું. એવી ઘણી વાતો છે જેના માટે હું તમારો આભાર માની શકું. તમે મને હંમેશાં જીવન કેવી રીતે પૂર્ણ જીવવું એ શીખવ્યું. મોટા પડદે હંમેશાં હાજર રહીને મને પ્રેરણા આપવા અને પ્રેમ આપવા બદલ આભાર. હૅપી બર્થ-ડે ક્વીન.’

