શાહરુખ ખાન અને રાની મુખરજીએ એકસાથે ડાન્સ કરીને તેમના આનંદનું સેલિબ્રેશન કર્યું
શાહરુખ અને રાની
આ વર્ષે શાહરુખ ખાનને ‘જવાન’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો નૅશનલ અવૉર્ડ મળ્યો છે. આ શાહરુખનો પહેલો નૅશનલ અવૉર્ડ છે. એ જ રીતે રાની મુખરજીને પણ ફિલ્મ ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ માટે તેનો પ્રથમ નૅશનલ અવૉર્ડ મળ્યો છે. શાહરુખ અને રાની ખૂબ સારાં મિત્રો છે અને નૅશનલ અવૉર્ડ મેળવીને બન્ને ખૂબ ખુશ છે.
હવે બન્નેએ સાથે મળીને આ ખુશી શૅર કરી છે. તેમણે સાથે ડાન્સ કરીને સેલિબ્રેશન કર્યું. આ સાથે શાહરુખે દીકરા આર્યનની ફિલ્મ ‘The Ba***ds of Bollywood’ના ગીત ‘તૂ પહલી તૂ આખરી’નું પ્રમોશન પણ કર્યું. શાહરુખે પોસ્ટમાં લખ્યું, ‘નૅશનલ અવૉર્ડ... આપણી બન્નેની અધૂરી ઇચ્છા પૂરી થઈ. અભિનંદન રાની, તું ક્વીન છે અને હું હંમેશાં તને પ્રેમ કરું છું.’

