શનાયા કપૂરનો ઉત્સાહ વધારવા ડેબ્યુ ફિલ્મના સ્ક્રીનિંગમાં પહોંચ્યા સ્ટાર્સ
(ડાબેથી) શનાયા અને વિક્રાંત, રવીના ટંડન, અર્જુન કપૂર, તબુ
સંજય કપૂરની દીકરી શનાયા કપૂરની સૌપ્રથમ ફિલ્મ ‘આંખોં કી ગુસ્તાખિયાં’ આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં શનાયાનો હીરો વિક્રાન્ત મેસી છે. તાજેતરમાં આ ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ યોજાયું હતું જેમાં ફિલ્મના સ્ટાર્સની સાથોસાથ અર્જુન કપૂર, ખુશી કપૂર, તબુ, તુષાર કપૂર, રવીના ટંડન અને વેદાંગ રૈનાએ હાજરી આપી હતી. આ ફિલ્મ શનાયાની ડેબ્યુ ફિલ્મ છે એટલે તે આ ફિલ્મ માટે બહુ ઉત્સાહી છે.

