બૉબીએ લખ્યું છે, ‘લવ યુ મા, હૅપી બર્થ ડે.’ આ તસવીરોમાં માતા અને પુત્રોનું જબરદસ્ત બૉન્ડિંગ જોવા મળે છે.
વાયરલ તસવીર
ધર્મેન્દ્રની પ્રથમ પત્ની પ્રકાશ કૌરનો સોમવારે જન્મદિવસ હરતો. આ ખાસ અવસરે ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરના મોટા પુત્ર સની દેઓલે તેની મમ્મી સાથે એક પોસ્ટ શૅર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ પોસ્ટમાં સનીએ મમ્મી સાથેના બે ફોટો શૅર કર્યા છે અને પોસ્ટની કૅપ્શનમાં લખ્યું છે કે ‘હૅપી બર્થ ડે મમ્મા, લવ યુ.’
મોટા ભાઈ સનીની જેમ બૉબી દેઓલે પણ મમ્મી સાથેના પોતાના ફોટો શૅર કર્યા છે અને તેને જન્મદિવસની શુભેચ્છા આપી છે. બૉબીએ લખ્યું છે, ‘લવ યુ મા, હૅપી બર્થ ડે.’ આ તસવીરોમાં માતા અને પુત્રોનું જબરદસ્ત બૉન્ડિંગ જોવા મળે છે.
ADVERTISEMENT
ધર્મેન્દ્રએ ૧૯૫૪માં પ્રકાશ કૌર સાથે પંજાબી રીતિરિવાજથી લગ્ન કર્યાં હતાં. જ્યારે આ લગ્ન થયાં ત્યારે પ્રકાશની ઉંમર માત્ર ૧૯ વર્ષ હતી. પ્રકાશ કૌર અને ધર્મેન્દ્ર લગ્ન પછી ચાર સંતાનોનાં માતા-પિતા બન્યાં. તેમને સની અને બૉબી ઉપરાંત અજિતા અને વિજેતા નામની બે દીકરીઓ પણ છે.

