આ ફોટો એડિટ કર્યો છે અને ફોટોમાં દેખાતી બાળકી આ દંપતીની નથી. આ તસવીરો ફોટો-એડિટિંગ દ્વારા બનાવવામાં આવી છે.
વાયરલ તસવીર
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણી ૧૫ જુલાઈએ દીકરીનાં મમ્મી-પપ્પા બન્યાં છે. જોકે તેમણે હજી સુધી દીકરીની તસવીર કે નામની વિગતો ફૅન્સ સાથે શૅર નથી કરી. તેમણે દીકરીને લાઇમલાઇટથી દૂર રાખી છે. જોકે હાલમાં સોશ્યલ મીડિયામાં સિદ્ધાર્થ અને કિઆરાની નાની દીકરી સાથેની તસવીર વાઇરલ થઈ રહી છે અને કહેવામાં આવ્યું છે કે આ તેમની દીકરી છે. જોકે હકીકત એ છે કે આ ત્રણેય ફોટો બનાવટી છે. આ ફોટો એડિટ કર્યો છે અને ફોટોમાં દેખાતી બાળકી આ દંપતીની નથી. આ તસવીરો ફોટો-એડિટિંગ દ્વારા બનાવવામાં આવી છે.

