મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતા માટે શુક્રવારે સાંજે `આયેશા મનોર`માં પ્રાર્થના સભા યોજાઈ હતી. બોલિવૂડના અસંખ્ય સ્ટાર્સ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. કરિના કપૂર, કરિશ્મા કપૂર મનીષ મલ્હોત્રા અને શ્વેતા બચ્ચન અરોરા પરિવારના દુઃખદ સમયમાં તેમણિ સાથે ઉભા રહ્યાં હતા. પ્રાર્થના સભામાં ખાન પરિવારના સભ્યોમાંથી મલાઈકાનો ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન, અર્પિતા ખાન શર્મા અને અલવીરા ખાન આ દુર્ઘટનાના પગલે અરોરા પરિવારને ટેકો આપવા માટે એકસાથે આવ્યા હતા. ખાન પરિવારના સ્ટાર કિડ્સ અરહાન, અયાન, અલીઝેહ અને નિર્વાન પણ ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા.