અનુરાગ કશ્યપની ફિલ્મ નિશાનચીમાં ઐશ્વર્ય ઠાકરેનો ડબલ રોલ
ઐશ્વર્ય ઠાકરે
ફિલ્મમેકર અનુરાગ કશ્યપ ‘નિશાનચી’ રિલીઝ કરવા માટે તૈયાર છે અને હાલમાં ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મથી બાળ ઠાકરેનો પૌત્ર ઐશ્વર્ય ઠાકરે બૉલીવુડમાં એન્ટ્રી લઈ રહ્યો છે. તે આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે.
‘નિશાનચી’માં બે ભાઈઓ વચ્ચેના જટિલ અને અશાંત સંબંધો દર્શાવવામાં આવ્યા છે. બન્નેનું જીવન નાટકીય રીતે અલગ-અલગ વળાંક લે છે અને તેઓ અલગ-અલગ માર્ગે આગળ વધે છે. આ ફિલ્મમાં વેદિકા પિન્ટો લીડ ઍક્ટ્રેસ તરીકે જોવા મળે છે. ‘નિશાનચી’ સમગ્ર ભારતના સિનેમાઘરોમાં ૧૯ સપ્ટેમ્બરે રિલીઝ થશે.
ADVERTISEMENT
કોણ છે ઐશ્વર્ય ઠાકરે?
ઐશ્વર્ય ઠાકરે બાળ ઠાકરેના પુત્ર જયદેવ ઠાકરે અને સ્મિતા ઠાકરેનો પુત્ર છે. જયદેવ અને સ્મિતાના ૨૦૦૪માં છૂટાછેડા થયા હતા.
અહાન પાંડેએ વધાર્યો ઐશ્વર્ય ઠાકરેનો ઉત્સાહ
બાળ ઠાકરેનો પૌત્ર ઐશ્વર્ય ઠાકરે ફિલ્મમેકર અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ ‘નિશાનચી’ સાથે બૉલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. હાલમાં આ ફિલ્મનું ટીઝર દેખાડવામાં આવ્યું હતું જેમાં ઐશ્વર્યના ડબલ રોલની ઝલક દેખાડવામાં આવી. આ ટીઝરે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ ફિલ્મનો લીડ ઍૅક્ટર ઐશ્વર્ય ઠાકરે અને ‘સૈયારા’ સ્ટાર અહાન પાંડે બહુ નજીકના મિત્રો છે. આ કારણે જ અહાને પણ પોતાની સોશ્યલ મીડિયા સ્ટોરીમાં ઐશ્વર્યની ફિલ્મનું ટીઝર શૅર કરીને એની પ્રશંસા કરી હતી. અહાને આ પોસ્ટ સાથે લખ્યું હતું કે ‘@aaishvarythackeray થોડા લોકોને જ ખબર છે કે તેં આ ફિલ્મ માટે કેટલી મહેનત કરી છે અને આ તું કેટલા સમયથી ઇચ્છતો હતો. હું તારી આ મોમેન્ટની રાહ જોઈ શકતો નથી ટાઇગર, તારા જેવું કોઈ નથી.’ ‘નિશાનચી’માં ઐશ્વર્ય ડબલ રોલમાં છે. આ બે ભાઈઓની વાર્તા છે જે એક જ સરખા દેખાય છે, પણ તેમનાં મૂલ્યો અને જીવનના રસ્તા સંપૂર્ણપણે વિરોધાભાસી છે. એક ભાઈ ન્યાયની રાહ પર ચાલતો પોલીસ-અધિકારી છે જ્યારે બીજો ગુનાહિત દુનિયામાં ફસાયેલો છે. ફિલ્મ ભાઈચારો, પ્રેમ અને વિશ્વાસઘાતની વાર્તા કહે છે.

