આ શોમાં ગૌરવ ખન્ના નક્કી છે, પણ એ સિવાય બીજાં કેટલાંક નામો પણ ચર્ચાઈ રહ્યાં છે
ગૌરવ ખન્ના
રિયલિટી શો ‘બિગ બૉસ 19’ ૨૪ ઑગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. હવે આ શોમાં ભાગ લેનાર સ્પર્ધકોનાં નામની ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ પ્રમાણે આ સીઝનમાં લોકપ્રિય ટીવી શો ‘અનુપમા’માં અનુજનું પાત્ર ભજવનાર ગૌરવ ખન્નાનું નામ કન્ફર્મ થઈ ગયું છે. આ સિવાય શોમાં સ્પર્ધક તરીકે ‘બિગ બૉસ 15’ માં દેખાઈ ચૂકેલી નિક્કી તંબોલીનો બૉયફ્રેન્ડ અરબાઝ પટેલ, ટીવી-ઍક્ટર ધીરજ ધૂપર, હુનર હાલી, ‘સ્પ્લિટ્સવિલા 15’માં દેખાઈ ચૂકેલો સિવેત તોમર, પ્લેબૅક સિંગર શ્રીરામ ચંદ્રા તેમ જ લોકપ્રિય ગેમર પાયલ ધારે જોડાય એવી ચર્ચા છે.

